About

સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટનો પરિચય અને ઉદ્દેશ

        મિલેનિયમ યુગમાં ઝડપથી વિકસતું જતું વિશ્વ અને “Knowledge is Power”ના જમાનામાં વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય,સંસ્કાર ઘડતર મળે અને બાલ/યુવા વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિઓને વાચા આપવા અને સમાજ સેવા દ્વારા સામાજિક ઋણ અને જવાબદારી જેવા ઉદાત ધ્યેયો સાથે સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ,ચેરીટી કમિશનરશ્રી ગુજરાત રાજ્ય,અમદાવાદ દ્વારા નોંધાયેલું ટ્રસ્ટ જે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના દ્વારા બાળ શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધીની અંગ્રેજી/ગુજરાતી માધ્યમની નવા અભિગમ અને પરિરૂપ મુજબ “ભાર વગરના ભણતર” ને ધ્યાનમાં રાખીને સુસજ્જ મકાનમાં સ્વસ્તિક શિક્ષણ સંકુલ દ્વારા યોગદાન આપવા કાર્યરત છે.

સંસ્થાનો આદર્શ :

        આપણી શાળાનું નામ જ ભારતીય સંસ્કૃતિને વરેલું ‘સ્વસ્તિક’એ આપણા ધર્મનું પ્રતિક છે.જે આપણને સંસ્કાર,ચારિત્ર્ય,  પરસ્પર આદર,સહયોગ,સહિષ્ણુતા,એકતા,નિખાલસતા જેવા ગુણો વિકસાવે છે.”God Gives Every Bird its Food But Does not Always Drop it into the Nest” તેમ સ્વસ્તિક શિક્ષણ સંકુલ બાળ શિક્ષણથી જ બાળકોનો સર્વાગી વિકાસ થાય,તેમનામાં ચારિત્ર્યના ગુણો વિકસે,તે પરિશ્રમી બને,તે બહુમુખી પ્રતિભા સંપન્ન બને અને સમાજનો એક સંનિષ્ઠ નાગરિક બની સમાજ જીવનના પ્રવાહોમાં પોતાનો ફાળો આપે તેવી શિક્ષણ પ્રણાલી વિકસાવી છે.

        ટૂંકા ગાળામાં શાળાએ સાધેલી પ્રગતિ અવર્ણનીય છે.શહેરની નામાંકિત શાળાઓ કરતાં જુદી જ કાર્યશૈલીથી સંચાલન કરતી આ શાળાની પ્રગતિનું રહસ્ય એ છે કે,શાળા એક ધધાકીય કે વ્યવસાયી માળખું બનવાને બદલે માનવતાની મહેકથી મહેંકતી લાગણીસભર સંબંધોના તાણાવાણાથી જોડાયેલ વિશાળ પરિવાર બની રહી છે.જેનું માધ્યમ છે માસિક “સ્વસ્તિક દર્પણ” અંક.

આગવી વિશેષતાઓ:

->૩૬ વર્ગખંડની સુવિધા ધરાવતું શાળાભવન.

->૪૭ કમ્પ્યુટર ધરાવતી અદ્યતન કમ્પ્યુટર પ્રયોગશાળા.

->વિશાળ ક્રિડાંગણ તથા રમતગમતનાં પૂરતા સાધનો.

->ભૌતિક વિજ્ઞાન,રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની અદ્યતન પ્રયોગશાળાઓ.

->શૈક્ષણિક અને માહિતીસભર ગ્રંથાલય.

->તાલીમબદ્ધ શિક્ષકગણ.

->નિષ્ણાત કોચ દ્ધારા કરાટેના વર્ગો.

->દ્ર્શ્ય-શ્રાવ્ય શિક્ષણ આપવા માટે અદ્યતન L.C.D. રૂમ.

->ધોરણ-૧૦ તથા ૧૨ માટે પૂર્વે તૈયારીના ભાગરૂપે દરેક વિષયના પાંચ પ્રશ્નપત્ર સેટ લખાવવા-તપાસવાનું શિક્ષકો દ્વારા આયોજન.

->વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે બાળકો ધ્વારા શુક્ર્વારે પ્રાર્થનાસભાનું આયોજન.

->વિદ્યાર્થીઓના બૌધ્ધિક વિકાસ માટે શાળા ધ્વારા સામાન્યજ્ઞાન,બુધ્ધિ કસોટીનું આયોજન.

->C.C. TV કેમેરાથી સજ્જ વર્ગખંડો.

-> શૈક્ષણિક પ્રવાસ,સેમિનાર,G.K,,ઉત્સવોની ઉજવણી,વાર્ષિક ઉત્સવ.

School Notice

LATEST NEWS

Jan 24
સ્વસ્તિક હાયર સેકન્ડરી H.S.C.(science)- 92.10 % પર...

સ્વસ્તિક હાયર સેકન્ડરી H.S.C.(science)- 92.1...

Our Gallery